Home » ગુજરાત » ચૂંટણી જીતવા અબજો ડૉલર ડોનેશન તરીકે આપ્યા અને હવે રોવાનો વારો, ટ્રમ્પના સમર્થકોને પસ્તાવો |

ચૂંટણી જીતવા અબજો ડૉલર ડોનેશન તરીકે આપ્યા અને હવે રોવાનો વારો, ટ્રમ્પના સમર્થકોને પસ્તાવો |

Donald Trump News : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પ્લાને આખા વિશ્વમાં તોફાન સર્જ્યુ છે. અમેરિકન ઉદ્યોગ જગતના ટ્રમ્પના સમર્થકો પણ આમાથી બચ્યા નથી. ટેસ્લાના સીઇઓ મસ્ક સહિત કેટલાય અબજપતિઓએ ટ્રમ્પને સમર્થન આપ્યું હતું, તે હવે પેટ ભરીને પસ્તાઈ રહ્યા છે. આ અબજપતિઓએ ટ્રમ્પને ચૂંટણી વખતે લાખો ડોલરનું દાન કર્યુ હતું અને હવે કરોડો ડોલર ગુમાવીને રડી રહ્યા છે.

આ યાદીમાં ટોચનું નામ ટ્રમ્પના પ્રબળ સમર્થક ઇલોન મસ્કનું છે. મેટાના સીઇઓ માર્ક ઝુકરબર્ગ, એપલના સીઇઓ ટિમ કૂક, ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ, ટેસ્લાના મસ્ક અને એમેઝોનના જેફ બેઝોસની કંપનીઓએ મળીને 1.8 લાખ કરોડ ડોલરનું નુકસાન ઉઠાવ્યું છે. આ આંકડો વર્ષના પ્રારંભને લઈને અત્યાર સુધીનો છે.

જાણકારોનું કહેવું છે કે ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફ અને આર્થિક અનિશ્ચિતતા ટેક જગતની કમાણીમા 25 ટકાની ઘટ પાડી શકે છે.

ટ્રમ્પના પ્રબળ સમર્થક ઇલોન મસ્કને જ લઈ લો તેની સંપત્તિમાં વર્ષના પ્રારંભથી લઈ અત્યાર સુધીમાં 143 અબજ ડોલરનો ઘટાડો થયો છે. તેનું મુખ્ય કારણ ટેસ્લાના શેરમાં ઘટાડો છે. વર્ષના પ્રારંભથી ટેસ્લાના શેરમાં 28 ટકા ઘટાડો થયો છે અને બજારમૂલ્ય ઘટીને 376.6 અબજ ડોલર થઈ ગયું છે.

માર્ક ઝકરબર્ગની નેટવર્થમાં પણ વર્ષના પ્રારંભથી 26.5 અબજ ડોલરનો ઘટાડો થયો છે. જ્યારે જેફે બેઝોસની સંપત્તિ 47.2 અબજ ડોલર ઘટી ગઈ છે. જ્યારે ગૂગલની સંપત્તિ ઘટીને 368.7 અબજ ડોલર થઈ છે અને તેનો શેર 16.2 ટકા ઘટયો છે. આ ઉપરાંત એપલનો શેર 18.5 ટકા ઘટી ચૂક્યો છે અને તેનું બજારમૂલ્ય ઘટીને 684 અબજ ડોલર થયું છે.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments