Last Updated:
યુવતીએ 2023માં પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન તેના પિતાને પસંદ ન હતા. પ્રેમ લગ્ન પસંદ ન હોવાથી પિતા અથવા તો તેના માણસો દ્વારા એસિડ હુમલો કરાવ્યો હોવાનો આરોપ છે.

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં એસિડ એટેકની ઘટના સામે આવી છે. 28 વર્ષીય યુવતી પર અજાણ્યો શખ્સ જ્વલનશીલ પદાર્થ ફેંકી ફરાર થઇ ગયા છે. નિલકમલ સોસાયટી બહાર યુવતી પર હુમલો કરાયો હતો. હાલ યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પરિવારજનો દ્વારા પિતાની સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરદારનગર પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી તપાસ શરૂ કરી છે.
બીજી બાજુ, બનાવ સંદર્ભના CCTV સામે આવ્યા છે. જ્વલનશીલ પદાર્થ નાખી ફરાર થયેલ શખ્સ હેલ્મેટ સાથે બાઇક પર સવાર હોવાનું દેખાયું છે. પોલીસે CCTV ફૂટેજ અંગે પરિવારની આશંકાના આધારે તપાસ શરૂ કરી છે. સરદારનગર પોલીસે ભોગ બનનાર યુવતીનું નિવેદન લીધું છે.
હાલમાં પીડિત યુવતીનાં પિયર પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. જ્યારે આ મામલે માહિતી સામે આવી રહી છે કે, યુવતીએ 2023માં પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન તેના પિતાને પસંદ ન હતા. પ્રેમ લગ્ન પસંદ ન હોવાથી પિતા અથવા તો તેના માણસો દ્વારા એસિડ હુમલો કરાવ્યો હોવાનો આરોપ છે. જ્યારે છેલ્લા 13 વર્ષથી યુવતી તેની માતા અને બહેનો સાથે અલગ રહેતી હતી.
સરદારનગર પોલીસે વિસ્તારમાં બનેલી એસિડ એટેકની ઘટના મામલે સ્થાનિકોના નિવેદન લીધા છે. આ મામલે સ્થાનિક સુરેન્દ્રપ્રસાદ શર્માએ જણાવ્યું કે, સાંજે જ્યારે યુવતી ઘરે આવી ત્યારે બાઈક પર કોઈ આવ્યું હતું. બાઈક પર આવેલા વ્યક્તિ ઝડપથી એસિડ ફેંકી જતું રહ્યું હતું. એસિડ અટેક થતાં યુવતી ચીસો પાડવા લાગી હતી. તરત જ ઘરેથી પાણી લઈ જઈને છાંટ્યું એટલે તેને રાહત થઈ હતી.
Ahmedabad,Gujarat
Mar 28, 2026 10:57 AM IST



