Home » બિઝનેસ » ઓઇલ-ગેસ માટે બીજા દેશો પર કેટલો નિર્ભર છે ભારત? 2024-25ના આંકડાથી સમજો | india energy import dependency crude oil gas lpg

ઓઇલ-ગેસ માટે બીજા દેશો પર કેટલો નિર્ભર છે ભારત? 2024-25ના આંકડાથી સમજો | india energy import dependency crude oil gas lpg

LPG and LNG import statistics India: મિડલ ઈસ્ટમાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વિશ્વભરમાં ઓઇલ સંકટની આશંકા સેવાઈ રહી છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ પર તેલના ટેન્કરોની અવરજવર પર મર્યાદા આવતા તેની અસર ભારતમાં પણ દેખાવા લાગી છે. ભારતમાં 20 માર્ચના રોજ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 2.09 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ‘કાળા સોના’ તરીકે ઓળખાતું ક્રૂડ ઓઇલ આપણી રોજિંદી જરૂરિયાતનો મુખ્ય હિસ્સો છે, પછી તે રસોઈ હોય કે વાહનોનું ઇંધણ. આ સ્થિતિમાં ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો કેવી રીતે પૂરી કરે છે તે સમજવું મહત્ત્વનું છે.

ક્રૂડ ઓઇલ માટે ભારતની મધ્ય પૂર્વના દેશો પર મજબૂત પકડ

ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે મોટાપાયે આયાત પર નિર્ભર છે. નાણાકીય વર્ષ 2024-25ના તાજેતરના આંકડા મુજબ, ભારત તેની કુલ ક્રૂડ ઓઇલની જરૂરિયાતના લગભગ 85%થી 88% જેટલો હિસ્સો વિદેશોથી મંગાવે છે. ભારતમાં દૈનિક ક્રૂડ ઓઇલનો વપરાશ આશરે 55 લાખ બેરલ છે, જેની પૂર્તિ માટે મુખ્યત્વે રશિયા(37-40%), ઈરાક(21%), સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ એમિરેટ્સ(UAE) જેવા દેશો પાસેથી તેલ ખરીદવામાં આવે છે.

આ પણ વાંચો: ચાંદી રૂ. 28,000 સસ્તી થઈ! એક સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો લેટેસ્ટ રેટ

LPG આયાતનો 90% હિસ્સો યુદ્ધગ્રસ્ત માર્ગ પરથી પસાર થાય છે

માત્ર ક્રૂડ ઓઇલ જ નહીં, પરંતુ કુદરતી ગેસની બાબતમાં પણ ભારતની નિર્ભરતા આયાત પર છે. ભારત પોતાની ગેસની જરૂરિયાતનો 50%થી વધુ હિસ્સો LNG સ્વરૂપે આયાત કરે છે, જેમાં કતાર સૌથી મોટો સ્ત્રોત છે. આ ઉપરાંત, રસોઈ ગેસ(LPG)ના કિસ્સામાં ભારત પોતાની જરૂરિયાતનો 60% હિસ્સો આયાત કરે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ LPG આયાતનો 90% હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટના માર્ગેથી આવે છે, જે હાલમાં યુદ્ધની સ્થિતિને કારણે પ્રભાવિત છે. આમ, વૈશ્વિક રાજકીય અસ્થિરતા ભારતની ઉર્જા સુરક્ષા માટે મોટો પડકાર બની રહી છે.


ઓઇલ-ગેસ માટે બીજા દેશો પર કેટલો નિર્ભર છે ભારત? 2024-25ના આંકડાથી સમજો 2 - image

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments