Home » બિઝનેસ » ઓટો કંપનીએ કરી મોટી જાહેરાત, શેરધારકોમાં વહેંચશે 570 કરોડ રૂપિયા- Auto company makes big announcement, will distribute Rs 570 crore among shareholders | સ્ટોક માર્કેટ સમાચાર

ઓટો કંપનીએ કરી મોટી જાહેરાત, શેરધારકોમાં વહેંચશે 570 કરોડ રૂપિયા- Auto company makes big announcement, will distribute Rs 570 crore among shareholders | સ્ટોક માર્કેટ સમાચાર

Last Updated:

મંગળવારે શેર 2 ટકાથી વધારેની તેજી સાથે બંધ થયો છે. શેર હાલ બીએસઈ પર 3,482 રૂપિયાના સ્તર પર છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ શરૂ થયાના દિવસોથી શેરમાં દબાણ જોવા મળ્યું અને આ દરમિયાન માર્ચ મહિનામાં તે હજુ સુધી 10 ટકા તૂટી ચૂક્યો છે.

ઓટો કંપનીએ કરી મોટી જાહેરાત
ઓટો કંપનીએ કરી મોટી જાહેરાત

નવી દિલ્હીઃ શેરબજારમાં મંગળવારે તેજી જોવા મળી છે અને સત્રના અંતમાં નિફ્ટી 400 અંકના વધારા સાથે 22,900ના સ્તરની પાર બંધ થયો છે. બુધવારે બજારની ચાલ પર હવે બધાની નજર રહેશે. તેની સાથે જ એક અન્ય કંપનીના શેરમાં પણ એક્શન જોવા મળી શકે છે. વાસ્તવમાં આ કંપનીએ તેના રોકાણકારોને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આ કંપની છે, ટીવીએસ મોટર. મંગળવારે બજાર બંધ થયા બાદ કંપનીએ ડિવિડન્ડ આપવાની જાણકારી આપી છે.

શું કરી જાહેરાત?

TVS મોટર કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 માટે 1200 ટકાના રેટથી 12 રૂપિયા પ્રતિ શેરનું અંતરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 24 માર્ચ 2026ના રોજ થયેલી બેઠકમાં આ નિર્ણય લીધો છે. જેના હેઠળ ડિવિડન્ડ માટે કૂલ 570 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ડિવિડન્ડની ચૂકવણી માટે 31 માર્ચ 2026ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. જે શેરધારકોના નામ આ તારીખ સુધી કંપનીના રેકોર્ડમાં હશે, તેમને ડિવિડન્ડનો લાભ મળશે. કંપનીએ જણાવ્યું કે, જાહેરાતના 30 દિવસની અંદર ડિવિડન્ડની ચૂકવણી કરી દેવામાં આવશે.

કેવું રહ્યું શેરનું પ્રદર્શન?

મંગળવારે શેર 2 ટકાથી વધારેની તેજી સાથે બંધ થયો છે. શેર હાલ બીએસઈ પર 3,482 રૂપિયાના સ્તર પર છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ શરૂ થયાના દિવસોથી શેરમાં દબાણ જોવા મળ્યું અને આ દરમિયાન માર્ચ મહિનામાં તે હજુ સુધી 10 ટકા તૂટી ચૂક્યો છે. જો કે, બજારમાં દેખાયેલા પોઝિટિવ સંકેતો બાદ આજે શેરમાં તેજી જોવા મળી.

ગત એક વર્ષમાં શેર તેના રોકાણકારો માટે ફાયદાનો સોદો સાબિત થયો છે, યુદ્ધના કારણે 10 ટકાના કરેક્શન બાદ પણ હાલ શેરનું રિટર્ન 43 ટકા રહ્યું છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારને લગતી જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments