પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. પીએમ મોદી ખુદ ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે તેઓ પશ્ચિમ બંગાળના હલ્દિયામાં સભા સંબોધી. તેમણે કહ્યું કે ટીએમસીએ પ્રાઇવેટ સેક્ટરને નષ્ટ કરી દીધુ છે. ટીએમસીએ યુવાઓને દગો આપ્યો છે.
ટીએમસી એક વોટ બેંકને ખુશ કરવામાં વ્યસ્ત- પીએમ મોદી
તેમણે કહ્યું કે બંગાળમાંથી અમે ડરને દૂર કરીને જ રહીશું. ધર્મના આધારે અનામત આપવુ તે ખોટુ છે. બીજેપીની સરાકર બન્યા બાદ બંગાળમાં રોજગારી મેળા ભરાશે. જેનો જે હક છે તે આપવામાં આવશે. ટીએમસી માત્ર એક જ વોટ બેંકને ખુશ કરવામાં વ્યસ્ત છે. તેને તુષ્ટિ કરણની બીમારી છે.
ટીએમસીનું રાજકારણ ભય આધારિત- પીએમ મોદી
એક સમયે, દેશભરમાંથી લોકો કામ માટે હલ્દિયા આવતા હતા. આજે, આ જ સ્થળના યુવાનો આંદામાન અને ઓડિશા તરફ સ્થળાંતર કરી રહ્યા છે; તેઓ રોજગારની શોધમાં અન્ય રાજ્યો તરફ જઈ રહ્યા છે. ટીએમસી સરકાર હેઠળ, એકમાત્ર વસ્તુ જે ખરેખર વિકસી છે તે ઘુસણખોરો માટે એક ફેક્ટરી છે. ટીએમસી નકલી દસ્તાવેજો બનાવવા અને પશુઓની દાણચોરીમાં સામેલ થવા માટે છે. ટીએમસીનું રાજકારણ ભય પર આધારિત છે.
ટીએમસીએ યુવાઓ સાથે વિશ્વાસઘાત કર્યો- પીએમ મોદી
ટીએમસી સરકારે બંગાળના યુવાનો સાથે જે કર્યું છે, તે આગામી 100 વર્ષમાં પણ તેઓ પોતાના પાપો ધોઈ શકશે નહીં… ટીએમસીએ બંગાળના યુવાનો સાથે બેવડો વિશ્વાસઘાત કર્યો છે. અહીં ખાનગી ક્ષેત્રમાં કોઈ નોકરીઓ નથી, અને જો છે તો પણ, તે ઘુસણખોરોને આપવામાં આવી છે. સરકારી ખાલી જગ્યાઓ ટીએમસીના મંત્રીઓ દ્વારા લૂંટાઈ રહી છે…


