Home » રાષ્ટ્રીય » ગીરસોમનાથ ઉના મોટાડેસર: ટાઈલ્સ નીચેના ચોરખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો | ગીર સોમનાથ

ગીરસોમનાથ ઉના મોટાડેસર: ટાઈલ્સ નીચેના ચોરખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો | ગીર સોમનાથ

Last Updated:

ઉના તાલુકાના મોટાડેસર ગામમાં પોલીસે એક રહેણાંક મકાન પર દરોડો પાડીને ટાઈલ્સ નીચે બનાવેલા ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ઉના તાલુકાના મોટાડેસર ગામમાં પોલીસની રેડ
ઉના તાલુકાના મોટાડેસર ગામમાં પોલીસની રેડ

ગીર સોમનાથ: ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે બુટલેગરો અવનવા કીમિયા અજમાવીને દારૂ સંતાડતા હોય છે, પરંતુ ગીરસોમનાથ પોલીસની સતર્કતા સામે બુટલેગરની આવી જ એક ચાલાકી નિષ્ફળ સાબિત થઈ છે. ઉના તાલુકાના મોટાડેસર ગામમાં પોલીસે એક રહેણાંક મકાન પર દરોડો પાડીને ટાઈલ્સ નીચે બનાવેલા ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, ઉના પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મોટાડેસર ગામમાં એક શખ્સ પોતાના મકાનમાં દારૂનો જથ્થો છુપાવીને તેનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મકાનમાં તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં પોલીસને કંઈ ખાસ હાથ લાગ્યું નહોતું, પરંતુ મકાનની ઓસરીમાં લગાવેલી ટાઈલ્સ પર શંકા જતાં તેની જીવવટભરી તપાસ કરવામાં આવી હતી.

ટાઈલ્સ હટાવતા જ પોલીસ ચોંકી ઉઠી

પોલીસે જ્યારે ઓસરીની અમુક ટાઈલ્સ હટાવી, ત્યારે તેની નીચે એક ભેદી ગુપ્ત ખાનું (ચોરખાનું) મળી આવ્યું હતું. આ ખાનાને એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે સામાન્ય નજરે કોઈને ખ્યાલ પણ ન આવે. આ ખાનામાં તપાસ કરતા તેમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 155 બોટલો અને 10 બીયર ટીન મળી આવ્યા હતા.

ચોરખાનામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા 23,750ની કિંમતનો દારૂ અને બીયર તેમજ રૂપિયા 5,000ની કિંમતનો મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 28,750નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બુટલેગર દ્વારા દારૂ છુપાવવા માટે અપનાવવામાં આવેલી આ પદ્ધતિ જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. હાલ ઉના પોલીસે આ દારૂ ક્યાંથી આવ્યો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted