સિમેન્ટ-કોન્ક્રીટના જંગલમાં ફેરવાઈ રહેલા શહેરમાં અનેક ખડકાયેલી મહાકાય બિલ્ડિંગોમાં હાયફાઈ લિફ્ટની સુવિધાઓ સામે સુરક્ષાના નામે છીંડા જોવા મળી રહ્યા છે. તેલંગાણાના હૈદરાબાદમાં એક શૉપિંગ કૉમ્પલેકસમાં લિફટમાં 12 લોકો ફસાઈ ગયા હતા. જેમાં એક ગર્ભવતી મહિલા પણ હતી. લિફટ આ લોકોને લઈને જઈ રહી હતી ત્યારે જ અટકી ગઈ. લિફ્ટમાં સવાર લોકો બૂમાબૂમ કરવા માંડયા અને અફરાતફરી મચી ગઈ. લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની ટીમને બોલાવવી પડી, ફાયરબ્રિગેડની ટીમે વચ્ચે જ લિફ્ટના દરવાજા ખોલ્યા અને એક એક કરીને તમામ ફસાયેલા લોકોને બહાર કાઢયા. ટેકનિકલ ખામીને કારણે લિફટ અટકી ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. લિફટ અટકી પણ સદનસીબે બધાને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા.
Post Views: 65



