Home » રાષ્ટ્રીય » તબીબ પાસેથી રૂ. ૬.૧૦ લાખ પડાવી લેવાના બનાવમાં આરોપીઓ હજુ ફરાર | Accused still absconding in Rs 6 10 lakh extortion case from doctor

તબીબ પાસેથી રૂ. ૬.૧૦ લાખ પડાવી લેવાના બનાવમાં આરોપીઓ હજુ ફરાર | Accused still absconding in Rs 6 10 lakh extortion case from doctor

ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી તબીબ પાસેથી રૂ. ૬.૧૦ લાખ પડાવી લેવાના બનાવમાં ફરિયાદ નોંધાયાના પાંચ દિવસ વીતી ગયા છે, છતાં આરોપીઓ હજુસુધી પોલીસના હાથમાં આવ્યા નથી. પોલીસ સીડીઆર અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.

અમદાવાદનીકૃપાલી પટેલ નામની યુવતીએ તબીબને સયાજીપુરાથી હાઇવે પર નાસ્તો કરવાના બહાને બોલાવી કેનાલ તરફ લઈ ગઈ હતી. ત્યાં અગાઉથી ઘડવામાં આવેલી યોજના મુજબ નકલી પોલીસ બનીને આવેલા સાગરિતોએ તબીબને ઘેરી લઈ ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ કૃપાલીએ આત્મહત્યા કર્યાનો ડોળ કરી કેસ ઉડાડી દેવા માટે રકમની માગ કરી હતી.

તબીબ રૂપિયા આપવા સંમત થતા આરોપીઓ તેમને અલકાપુરી સ્થિત યુનિટી બેંક ખાતે લઈ ગયા અને ત્યાંથી રૂ. ૬ લાખ ઉપડાવ્યા હતા. તબીબે કપૂરાઈ પોલીસ મથકે કૃપાલી પટેલ, મહાદેવભાઈ, પ્રકાશ પટેલ, અન્ય પાંચ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

તપાસ અધિકારીએ જણાવ્યું છે કે, આરોપીઓના કોલ ડિટેઈલ રેકોર્ડ (સી.ડી.આર.) મેળવ્યા છે. બેંકના સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. સ્ટેટ ક્રાઈમ બ્યુરો, ગાંધીનગરની સહાયથી આરોપીઓની ઓળખ અને સંભવિત ઠેકાણાઓ પર શોધ ચાલી રહી છે.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments