Home » રાષ્ટ્રીય » સુરતમાં મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં ફરી ફાટી નીકળી આગ, 5 ફાયર ફાઈટર ઘટનાસ્થળે | Fire at Millennium 1 Textile Market on Ring Road surat

સુરતમાં મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં ફરી ફાટી નીકળી આગ, 5 ફાયર ફાઈટર ઘટનાસ્થળે | Fire at Millennium 1 Textile Market on Ring Road surat

Surat News : સુરતના રિંગરોડમાં મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં આજે(23 માર્ચ) રાત્રે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગના બનાવને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે.

કાપડની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

સુરત શહેરના રિંગરોડ વિસ્તારમાં કાપડની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાં અચાનક આગ લાગતા વેપારી સહિત સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને દુકાનમાંથી માલસામન બહાર કાઢવા લાગ્યા હતા. 

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો હોવાની ગુજરાત સરકારની સ્પષ્ટતા, અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ

સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. જો કે, આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.  તમને જણાવી દઈએ કે, અગાઉ 23 દિવસ પહેલા પણ આ માર્કેટમાં આગ ફાટી નીકળી હતી.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments